🚩 *જય અલખધણી*
*સતી તોરલનુ ભજન*
🪕🪕🪕🪕🪕🪕🪕
સોનૈયો મલ્યો સતીઍ પાટ,અલખ વધાવ્યો સાચે મોતિઍ
મારા ગુરુને પ્રણામ,સર્વે ગતોને હરિ હરિ...
વીરા કોટવાળ પુછુ તમને વાત,આજની જ્યોતુ ઝાંખી કેમ બળે...
તોરલ કહૂ તમને વાત,જુનો જાડજો સમાદુ તૈયાર કરે...
ગત ગંગા અમને દ્યો ને શિખ,અમારે ને પીર ને છેટા પડે...
હારે દિપૈયા તું વેલ્ડીયુ સણગાર,દિવસ ઉગે અન્જાર પોગવુ....
ભાઈ ગોવાળી તું તો મારો વીર,મારગ બતાવ અંજાર શેર નો...
ડાબો મારગ દુવારિકા જાય,જમણો રૅ મારગ અંજાર શેર नो...
સુના લાગે અંજાર શેરના ઝાડ,સુની રૅ લાગે પીરની વાડીયુ...
સુના લાગે ગામ ને ગરાસ,સુના રૅ લાગે ગઢ ના કાંગરા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻