દાસીજીવણ સાહેબની વાણી...૨૮
🌷🌷🌷🌷🌷🌷🌷
રામનો રે રામનો રામૈયાના નામનો
અમને ઓળ ઓળો છે સીતારામનો
કોઈનો ઓળો વાલા સગા કુટુંબનો
કોઈનો ઓળો ગઢ ગામનો
ઉડતા પંખીડા વાલા તમને ભજે છે
સાચો દાણો તારા નામનો
રાવણ મારી વિભીષણ થાપ્યો
ગઢડો સોંપ્યો છે લંકા ગામનો
દાસીજીવણ સંત ભીમના ચરણા
ચરણો લીધો છે સાચા શામનો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻