જ્યારે હું પ્રકાશિત ચાંદને જોઉં;
લાગે જાણે હું તારા વદનને જોઉં;
જ્યારે હું ચાંદ પરના દાગને જોઉં;
લાગે હું તારા ગાલના તીલને જોઉં;
જ્યારે હું બીજના ચાંદને જોઉં;
લાગે હું તારી હસીં આંખને જોઉં;
જ્યારે હું પૂર્ણ ચાંદ પુનમનો જોઉં;
લાગે હું ચહેરો મારા સનમનો જોઉં;
જ્યારે હું ચાંદ ની ચાંદનીને જોઉં;
લાગે કે હું તારી ખૂબસૂરતીને જોઉં;