ક્યાં કોઈ પામી શક્યું છે
રહસ્ય દરિયાનું?
છે કંઈ કેટલાય ખજાના
એનાં પેટાળમાં છુપાયા!
જાય મરજીવો દરરોજ
દરિયાના પેટાળમાં
શોધવાને મોતી.
લઈ મોતી આવે છે બહાર,
તોય ન પામ્યો રહસ્ય દરિયાનું!
ક્યાંથી આવ્યું મોતી છીપમાં?
ન જાણ્યું એણે રહસ્ય.
હે માનવી! પ્રયત્ન તેં કર્યાં
શોધવાને ઘણાં રહસ્ય.
ક્યારે કરશે પ્રયત્ન જાણવા
રહસ્ય મનનાં દરિયાના કોઈની લાગણીથી ભર્યાં?
- સ્નેહલ જાની