સમી સાંજે આવી યાદ તારી;
નમી આંખે આવી યાદ તારી;
એકાંતમાં ઉદાસ બેઠો'તો ત્યાં,
ઉંચે અવાજે આવી યાદ તારી;
નિકળ્યો જરા ટહેલવા બજારે,
ભરી બજારે આવી યાદ તારી;
બહુ ખૂબસૂરત છે હર નજારો,
હરેક નજારે આવી યાદ તારી;
નિરવ શાંતિ છવાઈ સાગર તટે,
શાંત કિનારે આવી યાદ તારી;