તારા જ નામની મેં ઓઢણી ઓઢી;
તારા ખયાલોમાં રાતભર ના પોઢી;
તારી યાદમાં આજે થયું જાગરણ,
ચાંદનીમાં પણ તને ના શકી શોધી;
તને જ શોધતી આમતેમ હું ભટકું,
ક્યાં ખોવાઇ ગયું મારા મનનું મોતી?
તારાને પુછ્યું અને સિતારાને પુછ્યું,
હતાશ થઈ ગઈ હું તને ગોતી ગોતી;
થાકી હારી ને આખરે પાછી આવી,
પછી જઈને હું તો આ ઢોલિયે બેઠી;
આવીશ તું મળવા જરૂર સપનામાં,
એજ વિચારતાં હું ગઇ પછી પોઢી;