Gujarati Quote in Poem by SHAMIM MERCHANT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://shamimscorner.wordpress.com/2020/12/22/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6/

સ્પર્શ

સ્પર્શ…એક મીઠો એહસાસ,
અને ન કે ફક્ત એક આભાસ.

દરેક સંબંધની સાથે સ્પર્શના અર્થ બદલતા જાય,
પણ સ્પર્શની કિંમત ક્યારેય ન ઓછી થાય.

નાનેથી મોટા બધાને સ્પર્શ વ્હાલું લાગે,
અને મોઢે એક સ્મિત લઈ આવે.

માનો સ્પર્શ ઘણો પ્રેમાળ, જ્યારે માથે હાથ ફેરવે,
એના દરેક વાક્યમાં ફિકર છલકાઈ આવે.

પપ્પા પીઠ થપથપાવે ને જુદો સ્પર્શ આપે,
એમનો પ્રેમ કેમ કરી કોઈ માપે?

ભાઈ બહેનના રંગીન રાખીનો બંધન
એ સ્પર્શ બન્યો વિશ્વાસનું સાધન

દોસ્તો એ મશ્કરી કરી અને નાખ્યો ગળામાં હાથ,
એ સ્પર્શ ની મજા છે જુદી અને જુદી છે એની વાત.

પત્ની હોય કે પ્રેમિકા, એનો સ્પર્શ કદી ન ભુલાય,
એની સામે તો હૃદય મલકાય ને મીણ બનતું જાય.

દીકરીમાંથી મા અને પુત્રમાંથી જ્યારે બાપ બનીએ,
ત્યારે સ્પર્શની લાગણીઓ હૃદયથી પસારતા થઈએ.

પ્રેમની પરિભાષા…શબ્દોમાં સાચી કે સ્પર્શમાં?
બન્ને અત્યંત જરૂરી અને એક બીજા વગર અધૂરા.

શમીમ મર્ચન્ટ

Gujarati Poem by SHAMIM MERCHANT : 111631321
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now