દાસ ધીરાની વાણી
🌺🌺🌺🌺🌺🌺
એવી દુનિયા તો દીવાની રે
બ્રંહ્માડ સર્વે પાખંડ ને પુજે
એવા કરતા પુરુષ પાસે રે
મુર્ખને તે નહીં રે સુજે,દોઢ
જીવ નથી એને શિવ કરી માને પૂજે કાસ્ટ પાસાણ,
ચેતન પુરુષ ને પાછળ મુકે એવી છે જગત અજાણ એવા અરક ને અજવાળે રે પારસમણી નહીં રે સુજે,એવી દુનિયા,
અરે પથ્થર નું નાવ નીરમાં મુકો અને સો વાર પટકો શીશ કોટી ઉપાયે તરે નહીં એ ડુબે વીસોવીસ,
એવું વેળુમાં તેલ ક્યાંથી રે ધાતુની ધેનુ નહીં તો દુજે, એવી દુનિયા,
અંતરમાં મેલ અતી ભર્યો ભલે નીર્મળ જળમાં નાય,
સાપ કરડીને દરમાં બેઠો પછે રાફડો કાંપે શું થાય, એવી ઘાયલ ગતિયુ જાણે રે, જ્ઞાની તેને રૂદામા પૂજે, એવી દુનિયા,
એવો દુર નથી નાથ છે નજીક નીરંજન પ્રગટ તું પંડમાં પેખ દીલ સુધારી દેદાર તારા તું આત્મા ને દેખ,ધોરી ઘરધણી ધીરાનો રે જગતમાં જાહેર છે,એવી દુનિયા,
🌲🔥🌲🔥🌲🔥
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏🧎🏻🧎🏻🙏🙏