શૂન્ય જેવું ભાસે, શૂન્ય જેવું લાગે,
શૂન્ય હોવું, જોને, ન્યુન જેવું લાગે.
શૂન્યમાં છે જો હયાતી શૂન્ય જેવી,
કર્મ ફળ પામે જ , પૂન્ય જેવું લાગે.
શબ્દ સૃષ્ટિમાં ગણિત છે ગજબ નું,
શૂન્ય જેવું જીવન, દૈન્ય જેવું લાગે.
શૂન્ય થાશે મન , વિચારોના ત્યાગે,
છે હજારો તૃષ્ણા , સૈન્ય જેવું લાગે.
વૃત્તિનો લય છે ,મનોલય થાય ત્યારે,
થાય આનંદ ત્યાં જો ,ધન્ય જેવું લાગે.
-મોહનભાઈ આનંદ