"દિકરી-વિદાય(પપ્પા હું જાઉં)"
પપ્પા હું જાઉં, મારું આ ઘર છોડીને પરાયા ઘરે,
પપ્પા હું જાઉં, મારા પચ્ચીસ વર્ષ અહીં મૂકીને...
પપ્પા હું જાઉં, મારી બાળપણની યાદો મૂકીને,
પપ્પા હું જાઉં, ભાઈ સાથે કરેલ મીઠો ઝઘડો મૂકીને...
પપ્પા હું જાઉં, મારી મમ્મીએ શિખવેલા સંસ્કાર સાથે લઈને,
પપ્પા હું જાઉં, મારાં મમ્મી-પપ્પાને હવેથી ભાઈને સોંપીને...
પપ્પા હું જાઉં, તમારી જવાબદારી ઓછી કરીને,
પપ્પા હું જાઉં, મારી મમ્મીએ શિખવેલ રસોઈ લઈને...
પપ્પા હું જાઉં, મારાં ભાઈ-બહેન બધાયને મૂકીને,
પપ્પા હું જાઉં, તમારું મોંઘા માં મોંધું ઘરેણું બનીને...
મહેતા દિનેશ