પ્રેમથી બન્યો સંસાર આતો પ્રેમ નગર છે;
છોડો ખોટી તકરાર આતો પ્રેમ નગર છે;
નફરત કરવાથી હમેશાં થાય છે વિનાશ,
પ્રેમ વર્ષા થી ફેલાવજો પ્રેમની ભીનાશ,
છવાઇ જાય ચારે બાજુ પ્રેમની મિઠાશ
રેલાવો પ્રેમ રસધાર આતો પ્રેમ નગર છે;
મનમોટાવ છોડી બનાવો સ્નેહ આવાસ
ભેદભાવ ભુલી સજાવો તમારૂં નિવાસ,
જીવન તો છે આપણો માત્ર એક પ્રવાસ,
નિભાવો પ્રેમ વહેવાર આતો પ્રેમ નગર છે;
મંદિર, મસ્જિદ, ચર્ચ અને હોય ગુરુદ્વારા,
ગીતા, કુરાન, બાઇબલ કે ગુરુ ગ્રંથસાહેબ,
દરેકમાં લખાયેલો છે ફક્ત પ્રેમનો સંદેશ,
તમે પ્રેમનો કરો સ્વિકાર આતો પ્રેમ નગર છે;
હોય ક્રિસમસ, ઇદ કે હોય ભલે દિપાવલી,
રંગેચંગે ને સાથ સાથ ઉજવીએ વૈશાખી,
દિપ માળા પ્રગટાવી ફેલાવીએ બધે ઉજાસ,
દૂર કરો નફરતનો અંધકાર આતો પ્રેમ નગર છે;