Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પળે પળે જ્યાં તું રંગ બદલે રે મનવા, તારો ભરોસો નવ થાય
ઘડીમાં સાધુસંગ તું ડોલે, ઘડીમાં તો પાપમાં ડૂબી જાય - રે...
ચંચળતામાં સદા રાચીને, અસ્થિર રહે તું સદાય - રે...
સ્વાર્થ ન સમજે, આદત ન છોડે, ફરતું રહે તું સદાય - રે...
સમજાવ્યું ઘણું, સમજે જરા, ફરી પાછું ત્યાં ને ત્યાં જાય - રે...
ફરે ઘણું ને ફેરવે ઘણું, થાકે તોયે દોડતું રહે સદાય - રે...
રંગે રંગે રંગાઈ, રંગ બદલતું રહે, એકરંગે મુશ્કેલીથી રંગાય - રે...
જનમોજનમથી આ કરતું રહ્યું, આદતમાં ફરક ના પડે જરાય - રે...
શક્તિશાળી છતાં શક્તિહીન રહે, આ તો સમજ્યું ના સમજાય - રે...
આતમ સાથે રહે તો સદાયે, ને માયાના રંગે રહે રંગાય - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Gujarati Religious by બાબા સત્સંગી : 111630420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now