🌹 અલખ ના ઓટલે🌹
🌿🌱🌺🏵️🌸🌿🌱🌿
ગગડે નામ તણા નિશાના(૨)
સંત ફકીર કોઇ યોગી વીરલા(૨)
ધરતા ઉનકા ધ્યાના... ગગડે
રટન નિશદિન નુરતે સુરતે,
ખેલત મેરૂ અસમાના(૨)
સૂરત ધરી નીજ તન નીહાળો, (૨)
સુખમણ ઘર મહેમાના... ગગડે
અવર ગલીમાં આસન ઉનકા
કરત અમીરસ પાના,
ત્રિવેણી નાદ બાજે તૂરી (૨)
સૂનત સંત સુજાના.. ગગડે
તન મઢીમાં અગમ જોગી
ગેબી ઉન કા જ્ઞાના
પારખ હોય તો પરખી લેજો (૨)
લઇ સદગુરૂ કી શાના... ગગડે
ફરકા નેજા મિટ્યા ફંદા,
સૂરત મેરૂ અસમાના(૨)
કહે બળદેવ નીજ નામકે ડંકે,(૨)
મન પહોચ્યું મુલતાના... ગગડે
🙏🙏🙏🙏🙏