દાસી જીવણસાહેબ ની વાણી...૨૦
🍁🍁🍁🍁🍁🍁🍁
રામને ભજી લે સીતારામને ભજી લે
રામને ભજયે તારા કારજ સરે,અવિચળ પટો છે
રામને...
આ કળજુગની કુડી માયા,શામળો સગો છે
અંત વેળા નો એ ઘણી,ભજ તો ભાંગે ભે
રામને...
ધરમના કામમાં ઢીલ ન કરવી,દેવું હોય તો દે
પછે તારા પરિયાણ, લે બાવાજી લે
રામને...
સંત બોલાવે ત્યાં ચાલતો નથી,કયે છે કામ છે
માર પડે ત્યારે મોર્ય ચાલે,વેઠે ભાર વે
રામને...
બળ કરીને બોલતો પ્રાણી મોટી હતી મેં
જમરે આવી ઝાલીયો ત્યારે હારી દીધી હે
રામને...
હાલત ચાલત ઉઠત બેઠત કૃષ્ણ કૃષ્ણ કે
સાંજ સવેરા ખરા બપોરા જે ગોવિંદા જે
રામને...
તું તારું તપાસી જો ને,બા'ર કા ભાળ બે !
દાસીજીવણ ભીમને ભજો,સબળ સારું છે
રામને...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻