મુક્ત મનથી તું વિહરતો જા;
મુક્ત તનથી તું વિહરતો જા;
સુખ ને દુઃખ તો આવે ને જાય,
બસ ખુશીથી તું વિહરતો જા;
ભાર લઈને દુનિયાનો શું કરીશ?
હલકો ફૂલકો થઈ વિહરતો જા;
જવાબદારીથી ભર્યું છે જીવન,
હર વિસામે બસ વિહરતો જા;
મોત આવું નિશ્ચિંત છે "વિએમ"
બસ ત્યાં સુધી તો વિહરતો જા;