*પૂનમ માંથી બીજ બની છે, બીજ રહે પૂનમ ની પાસે.*
*નીજ નામ તમે નિરખી લેજો,સુરત રહે અમરા પુર પાસે.*
*દીદાર કરી લે તું બીજ ના, એમાં થી એ પૂનમ થાશે.*
*બીજ પૂનમ દોનું એક છે, દીદાર બીજ ના થાય આકાશે.*
*પૂનમ નો વાસ મધ્ય ગગન માં, દોનું રહે નીજ ઘર પાસે.*
*કરણી કરેલી તમે જાળવજો, સદા રાખજો આપ પાસે.*
*નીજારી નર હશે તે જાણશે,સદા રહે છે પ્રેમ ની પાસે.*
*પાંચમી ભોમીકા પ્રેમ તણી, રહે સંત ચરણ ની પાસે.*
*બગાડે નર જે કોઈ બીજ ને, પ્રીતિ વિના ન રહે પાસે.*
*ભીતર તણા જે ભેદ ને જાણે, સત્ વસ્તુ સદા રહે પાસે.*
*જતન કરશો તમે બીજ નું, તો સદા પૂનમ દેખાશે.*
*નુરત સુરત અજર અમર, જો તન ત્રિવેણી તપાસે.*
*શબ્દ ભેદ સુરત ની સંગે, રાખજો અગમ ને પાસે.*
*કહે બાપા*બળદેવ*બીજક બહુનામી, અખંડ પૂનમ ત્યાં ભાસે.*
*🙏🏻શ્રી ગુરૂદેવ નમઃ🙏🏻*