દાસીજીવણ સાહેબની વાણી...૨૩
🌱🌱🌱🌱🌱🌱🌱
ગુરુની સેવાએ અભેપદ પામીએ, ગુરુસેવા વર્ણવી ન જાય
અનંત મહિમા ગુરુજી તણો, સદગુરુ સમરે કાજ થાય
પ્રથમ પુરુષ ગુરુ પ્રગટયા,વિલસીને કર્યો વિસ્તાર
ઓર જગત સર્વે ગુરુની થાપના,સતગુરુ સૌના સરદાર
ગુફામાં બેસી મર સાધે ગોટકા,પૂરે ભાવડ પીર થઈ પૂંજાય
દિગમ્બર થઈ ને ખેલે દેશમાં,ગુરુ વિના મુક્તિ નવ થાય
શબ્દ શીખીને કથે સાધના,કથે મર અગમ અપાર
જપ તપ તીરથ રહે જોગના ગુરુજી છે અધમના ઓધાર
કર્તા-અકર્તા ની ગમ કરે,અક્ષર ચીને સમાધિ ચડાય
ઑહનગ-સોહગને નિરંજન જ્યોતિ,ગુરુ વિના ભોગ ન ભરાય
તન મન ધન ગુરુને અર્પિએ,આનંદ મંગલ સંત લેહ લાય
ભીમ ભેટયાને ભાંગી ભ્રમણા, દાસીજીવણ તેરા ગુણ ગાય
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻