Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાં ભેરુ તું આમ સાવ એકલો છે?
ભૈ દુનિયાદારી તો એક વેપલો છે;

ઘણા દોસ્તો છુટયા છે પાછળ,
લૈ લે સંગાથ જો તું એકલો છે;

સાથે રમતાં અને સાથે ભમતાં,
કર એનો સાથ જો તું એકલો છે;

વાત વાતમાં લડતાં ને ઝગડતાં,
દે એમને સાદ જો તું એકલો છે;

બાળપણની એ મોજ મસ્તીમાં,
કર મિત્રોને યાદ જો એકલો છે;

કષ્ટ તો આવે ને જાય જીવનમાં,
ના કરીશ ફરિયાદ કે તું એકલો છે;

વાદ વિવાદ તો ઘણાય કર્યા છે,
મિત્રથી કર સંવાદ જો એકલો છે;

સાદ કર જુના મિત્રોને "વિએમ",
છોડ આ જંજાળ કે તું એકલો છે;

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111630012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now