ઝાકળ ભીનો, અહેસાસ લખું,
દિવ્ય આત્મા નો વિશ્વાસ લખું;
તું ને હું છું ભેદ દ્રષ્ટિ, માયિક જો,
અભેદ સૂફિયાણી , તપાસ લખું.
ફૂલડે વધાવે , વસંત નો વાયરો,
મીઠા કુંજન કોયલના ખાસ લખું.
દર્દ ને ઝખ્મો તાજા છે દિલ મહીં,
મરહમી અંદાજ ,આસપાસ લખું.
પરસ્પર સહયોગે પ્રાકૃતિક અહીં,
આનંદથી જીવતો , શ્વાસ લખું.
-મોહનભાઈ આનંદ