તરતો મૂક્યો..
તરતો મૂક્યો
નેટ-ઈન્ટરનેટનો
જાદુ ફેલાયો સેટનો..! તરતો
તક્તા પર દેખાયો
ચિત્ર વિચિત્ર છાપનો
મોહ પમાડે લાઈકનો..! તરતો
પેલા વોટ્સઅપ પરનો
હાય હલો ને ઝંઝટનો
મારો લાગે તો પણ હેતનો..! તરતો
ઓહ! ફેસ બુકમાં મિત્રોનો
કંઈજ જુદો જ મામલો ગૂંજનો
કોણ સાચું ખોટું ભ્રમ ભમતો..! તરતો
બધાં થયા સમૂહનાં ટોળા
થોડા જ દીમાં બધાં મોળા
સ્પર્ધાની લાહીમાં ખાંખાંખોળા ..! તરતો
ક્યાંક ભજન, સૂર સંગીત
ક્યાંક ગઝલ ગદ્ય પદ્ય વંદિત
ક્યાંક ભાષા વિભૂષા મૂર્છિત..! તરતો
ક્યાંક ટ્વિટર તો ક્યાંક ઈન્સ્ટાગ્રામ
ક્યાંક ઈમેલ તો ક્યાંક ફેસટાઈમ
ક્યાંક દેશ વિદેશની સોસિયલ થીમ..! તરતો
એક વાત સાચી દુનિયા
નાની થઈ *વિશ્વકર્મા* ફરિયા
જોવાને ઈન્ટરનેટની દુનિયા..! તરતો
આશ્ચર્ય! બોલી ઉઠ્યા પ્રભુ!
કાળા માથાના માનવીએ માર્યુ!
કેવું તીર! વિશ્વ હાર્યું કે તાર્યુ..! તરતો
જયશ્રી પટેલ
૧૭/૧૨/૨૦૨૦