પૂનમ ચાંદને અવનિ પર ઉતારીને રહીશ,
પ્રશાંત મહા સાગરનું અભિમાન ઉતારીને રહીશ.
દિલમાં અસંખ્ય ઘાવથી આંખોમાંથી રુધિર વહે,
પ્રેમ મિલન કરાવા ભગીરથી કાર્ય કરીને રહીશ.
કોઈનું દુઃખ દૂર કરવાથી સુખની સરિતા મળે છે,
સત્ય રાહ બતાવા પથદર્શક બનીને રહીશ.
એક ભૂલ કરવાથી જિંદગી આખી રોળાય છે,
કર્મનો સિદ્ધાંત કુદરતનો સમજાવીને રહીશ.
સૂરજમુખીનું પુષ્પ શિયાળે સોનેરી લાગે,
સુવર્ણ રત્નોની ખાણ ખોદીને રહીશ.
હૈ કુદરત તારી પરીક્ષા આટલી કપરી છે, !?,
અઝીઝ દિલની વેદના છડે ચોક કહીને રહીશ.
ભાટી એન અઝીઝ
19/12/20