તારી યાદમાં ક્યારેક હું ખોવાઈ જાઉં છું.
તારી યાદમાં ક્યારેક હું મલકાય જાઉં છું.
સાવ અગોચર રાહને હું ડગલાં ભરું છું,
તારી યાદમાં ક્યારેક હું વરતાય જાઉં છું.
નજરથી દૂર છો પણ તેથી શું ફેર પડતો?
તારી યાદમાં ક્યારેક હું શરમાય જાઉં છું.
વ્યથા આ સઘળી વિચાર વૈભવની કથા,
તારી યાદમાં ક્યારેક હું હરખાઈ જાઉં છું.
ભાષા શરીરની કેટકેટલું કહીને વિરમતી,
તારી યાદમાં ક્યારેક હું પુલકાઈ જાઉં છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.