સિતમગર તારી ,હોશિયારી જાણું છું,
ઝખ્મો પર મરહમ,દિલે યારી જાણું છું.
જો લુટાવી ખુશ થઇ બહારો દિલ થકી,
પ્યારે આલમની, વાત સારી જાણું છું.
ક્યાંક રસ્તો ફંટાઈ , જાશે ખુદ્દારી નો,
તોય મંઝિલ પ્રતિ, ખબરદારી જાણું છુ.
છેતર્યા છે ધોળે દહાડે , તારા દેખાડી,
એવી ચાલાકી વાતો, ન્યારી જાણું છું.
છે મિજાજે ઈશ્ક ,જોને દુનિયાદારી,
ને હકીકી આનંદ , પ્યારી જાણું છુ.
-મોહનભાઈ આનંદ