"મારી કલમ"
મારા કાવ્યમાં દમ છે,
વધુ અથવા કમ છે;
વાંચતા મળશે ખુશી જ,
એની ખાતરી હરદમ છે;
જોઉં વાંચક ને ખુશ,
આંખો બને નમ છે;
કાવ્યને લાઈક મળે એજ ,
વાચક-લેખક નો સંગમ છે;
વાચક ને લેખકનું મળવું તો,
આનંદ નો પ્રસંગ છે;
એટલે જ કાવ્ય તરફ,
ઉઠતી મારી કલમ છે;
મહેતા દિનેશ