અનોખું જ આજ વંદનનું છૅ ગૌરવ
બતાવો આ કોના મિલન નું છૅ ગૌરવ !
ભલે મુજ અંદર થી તમે હાથ રંગ્યા
મને આજ મારા પતન નું છે ગૌરવ !
મુબારક તને આ પુષ્પ કેરી પથારી
મને તો કંટકો ના શયનનું છે ગૌરવ !
જે કીધા વિના વાત સારી જાણી લે છે
અમોને તો એમના નયન નું છૅ ગૌરવ!
મને નાઝ છૅ મારી ને તારી આ સુરા પર
મને જીરવી જનાર મનનનું છે ગૌરવ !
હતી એની જ્યાં આવજા નિત્ય 'પુષ્પ'
મને એ ધરા ના કફનનું છે ગૌરવ !!!
----Ridj Mehta.