Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🚩 જય અલખધણી

જુનો જુનો ધરમ રે વીરા
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

જુનો જુનો ધરમ રે વીરા
આબાદ રાખી બોલીએ
એનો પોથી તો નહિ પામે પાર રે હાં...
અગમ અગોચર વીરા વાતું છે આવિયુ...

ધરણી માથે રે વીરા
અમ્મર ધરા ઓળખી રે હાં...
અને ઘડ્યા ઘડ્યા કાઇ
એજી ગગન કેર્રા ઘાટ રે....

પ્રથમ દેવી રે રુપે ઉમૈયા પ્રગટયા
એણે આણ્યો અગમ કેરો પાટ રે હાં...

જમીન માથે વીરા
જમલો રચાવ્યો રે
અને મેરૂ તણા એજી થંભ તો ઠેરાય રે હા..

દશે દિશાઍ વીરા દિગપાળ નોતર્યા
તો યે જમી તો એજી સુપડા ની જેમ સોવાય રે...

ધરમ ધરો તો વીરા ધણી કેરો ધારો રે હાં...
એનો વર્ણી ને શુ કહીએ વખાણ રે હા

બાળનાથ ચરણે બોલ્યા સિધ્ધ રામદે
અને બોલ્યા કાઇ અગમ કેરી વાત રે...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111629305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now