દાસી જીવણસાહેબ ની વાણી...૧૯
🍂🍂🍂🍂🍂🍂🍂
ઊઠી રામકૃષ્ણ મુખ રટ રે
શું રે નર,સુઇને રિયો છો રે
ઊઠી...
કાયા પાણીનો પરપોટો,ફૂટી જાશે ફટ
જમરા આવશે જોરમાં,ગળી જાશે ગટોગટ
ઊઠી...
લાખૂની માયા લાંપડા જેવી,ઘડી જાશે ઘટ
તલ જેવડો પડશે તિખારો,સળગી થાય આવડ ચટ
ઊઠી...
આગુની કમાઈ એવી હતી,પામ્યો હિંડોળા ખટ
પુણ્ય કરશો તો પામશો,રાજા ધરમ ને હટ
ઊઠી...
જમરા જોરો શુ કરે,કુળ નો દાવો મેલ્યો કટ
દાસીજીવણ ભજે ભીમને,બાંધી લાલન સાથે લટ
ઊઠી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻