દાસી જીવણસાહેબ ની વાણી...૧૮
🌱🌱🌱🌱🌱🌱🌱
મળીયે શામળિયાની સાથેરે સંગતું કરીયે સતગુરુ સાથે
કુડા ની સંગતે કુડા કેવાયી,લાજુ ગુમાવીએ લઈ હાથે રે
સંગતું....
ચોર ને સહુકાર ચાલ્યા સંગાથે,સમજ ચાલ્યા એક વાટે
રેન પડી ત્યારે શાહુકાર સૂતો,ધન ચોરાણું એની રીતે રે
શાહુકાર કહે ભાઈ તે ધન ચોર્યું ને,બોલાવ્યો ત્યારે આવ્યો બાથે
ગરથ ગુમાવ્યો ને ઠબક પાયો,સિદ ચાલ્યો એની સાથે
બાદશાહે લઈ બિલ્લી પરમોદી, દિપક ધર્યો તો એને માથે
લવાની સંગાતે મુસાને મોકલ્યો,દિપક બુજાયો એક લાતે
હંશાને બંગલે હોડ જ કીધા રે,ધારણ બાંધી નવ ઘાતે
હંસાને સોયે રૂડો મોતિયું ચારો,બગલો ભરાણો ભ્રાતે રે
છીપ ને સમનદર જન્મ સંઘાતી, જેના મનડા મોહયા છે એકાંતે
ઊંડા સાયરીયાનો આહાર નહિ એને નીર પીયે રે શ્વાતે રે
પાપ ધરમને જગડો લાગ્યો રે,વાત વખાણી વેદાંતે
પાપ જાણે હું પરલે કરું,તો ઘરમેં આણી દીધું ઘાતે રે
સંગત વિનાનું ચાલતું નથી રે,તાલી ન પડે એક હાથે
દાસીજીવણ સત ભીમના ચરણા,સતગુરુ જનમ સંગાથે રે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻