Gujarati Quote in Thought by Tr. Mrs. Snehal Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું સુંદર છે રંગ પતંગિયાનો,
કોણે ભર્યો આ રંગ એનામાં?
વાત મજાની કરતાં આ નાનાં નાનાં ટાબરિયા,
રહેતાં હંમેશા રંગબેરંગી સપનાની દુનિયામાં.
શાળામાં રહેલું કાળા રંગનું પાટિયું,
કરતું કંઈ કેટલાંનું જીવન રંગીન!
સફેદ રંગના કાગળ પર ઉતારતો કલાકાર
રંગબેરંગી એની કલ્પનાઓ.
કંઈ કેટલાંય સફેદ કાગળનો
એણે બદલ્યો રંગ અને આપી એનાં વિચારોને વાચા.
આ રંગબેરંગી કાગળોની દુનિયામાં,
કોનાં મનમાં કેવો રંગ છે કોઈ ન જાણે!
કાગળનો રંગ તો સૌ બદલે,
ક્યારે બદલશે મનનો રંગ?
- સ્નેહલ જાની

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111629291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now