જુઠી લાગણી અને સગપણ ખોટાં;
વાતોના કરી વડા બને એતો મોટા;
પલટી જાય પોતાની વાતોથી એમ,
જાણે હોય તળીયા વગરના લોટા;
દિવાસળી ચાંપી પોબારા જ ભણે,
પાછળ છોડે એ સાપ જેમ લિસોટા;
ઠાવકા ઠાવકા થઈને રહે છે, પણ,
એક ચહેરો એના બેવડા છે મુખૌટાં;
મુખમાં રામ ને હાથમાં રાખે છે છુરી,
જ્યાં જોવો ત્યાં મળે આવા જોટા;
સ્વાર્થના હોય એતો એકદમ ધણી,
કામ પત્યે એ વાંહે પણ ના જોતા;
કહે "વિએમ" દૂર રહેજો એવા થી,
છેતરાયા પછી તમે જરાય ના રોતા;