લાગ્યો રજાઈ નો રંગ;
આ શાંતિ ના કરો ભંગ;
શિયાળામાં એ રાતભર,
રજાઈ જ તો રહે સંગ;
સવારે વહેલા ઉઠાડે તો,
ભંવરે થઈ જાય છે તંગ;
મોડે સુધી જે પડ્યા રહે,
ઉઠાડે તો એ કરે છે જંગ;
છતાં કોઈ કોઈ હોય છે,
અહીં તો સુર્ય વંશી નંગ;
રજાઈ માં રહેવાને ઘણા,
સમજે આતો કોઈ પ્રસંગ;
પણ, "વિએમ"
શિયાળાની સાચી મજા,
છે શિતળ ગુલાબી ઠંડ;