માવાની મોરલીયે
🍀🍀🍀🍀🍀🍀🍀
✍🏻 દાસી જીવણસાહેબ
માવાની મોરલીયે મારા મનડા હેર્યાં રે
મનડા હેર્યાં રે મારા દલડા હેર્યાં રે
પ્રેમ ચંદન ના ઝાડવા રે ભાઈ (૨)
મારી દેયું માં રોપ્યા રે
માવાની...
આશુન્ડે ભીંજાય કંચવો માવા (૨)
ભીંજાય આછા ચીર રે
માવાની...
માવો માવો શુ કરો ભાઈ (૨)
માવો મારી પાસ રે
માવાની....
મનડું મારું તલખે માવા
દલડું મારું તલખે
મેં ઘરબાર ઘોળ્યા રે
માવાની...
દાસીજીવણ સત ભીમના ચરણા (૨)
ઓલ્યો મોરલીવાળો રે
માવાની
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻