હો સમય ખરાબ ત્યારે જ ઓળખાણ થાય છે
જરૂરત પડ્યે જ લોકો અહી મહેમાન થાય છે.
વહ્યા છે એની સમક્ષ કેટલાય અમૂલ્ય આંસુઓ
કોને કહું દોસ્ત? બાદમાં એ છાની મુસ્કાન થાય છે.
સઘળી બાબતોને મારી, તું હકીકત ના માનીશ
મોહરામાં તો ક્યાં માણસની પહેચાન થાય છે.
લંબાવેલો હાથ કાયમ પ્રેમનો નથી હોતો
ખુદને નકામું થતા જ બીજાનો અહેસાન થાય છે.
અમસ્તા ફરે છે દુનિયામાં, મને પોતાના કહેતા
નવી કુપળો ફૂટતા જ જૂનાં 'અનજાન' થાય છે.
~અનજાન