Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વતનની યાદ.

વતનથી દૂર છું ભલે, વતનની યાદ આવે છે,
યાદ વતનની આવીને, મારૂ હૈયું તડપાવે છે.

એજ માટી, એજ માનવો ને એજ ઘર છે,
છતાં સુનું સુનું લાગે મને આ નગર છે.
મારા વતનની માટી મીઠી મ્હેંક પ્રસરાવે છે.

છે મજા વતનમાં તે, આજે નગરમાં નથી,
અહીં પ્રેમભાવ કોઈ, કોઈની નજરમાં નથી,
સ્વાર્થ હોય ત્યાં સુધી હાથ સૌ લંબાવે છે.

મારા વતનના લોક કેવાં ભલાં ને ભોળા છે,
અને નગરના લોક કપટી ને કામ એમનાં કાળાં છે.
યાદ વતનના લોકની, હૈયાને રડાવે છે.

પથરાળ છે ધરા મારી પણ મહેનતી ઈન્સાન છે,
ઈમાનનો રળે રોટલો, ફરજ એજ ઈમાન છે.
ભલે છે ગરીબ સૌ,પણ સાચો પ્રેમ પિછાવે છે.

રાજા રજવાડી સમું મારૂ આ વતન છે,
ચોતરફ ખુલી હવાને ઉપર મસ્ત ગગન છે,
સાચાં સગાં વતનના ને મિત્રો સાચું ધન છે.
મારી બુઢી માતા, મારી આંખનું રતન છે,
મને સમજી શકે એવાં અહીંયા શ્રોતાજન છે.
વતનની યાદ મારા દિલને હરઘડી રડાવે છે.

ભલે તૂટ્યું ફૂટયું હોય, વતનના ઘરમાં આરામ છે,
નગરમાં દોડધામ ઘણી ના બેઘડી વિરામ છે,
મળે સુખ શાંતિ એ લોકોનો કેવળ ભ્રમ છે.
ભુલાય કેમ વતન મારૂ જ્યાં મારો જનમ છે.
અલબેલું આ વતન મારૂ મમતાના પાઠ પઠાવે છે.

રંજ રહે છે હંમેશાં કે કાં વતનથી દૂર છું,
તકદીર અહીં લઈ આવી તેથી હું મજબૂર છું,
મને પરાયો ના ગણો હું આપનો જરૂર છું,
આપનો પ્રેમ મારૂ હૈયું ભીંજવે,
હું આપની આંખોનું નૂર છું,
ઢળતી ઉંમરે લાગે છે વતન પાછો બોલાવે છે.

યોગેશભાઈ આર જોશી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111628637
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now