વાત વ્હેતી જો ત્યાં વ્હેતી રહેવાની,
ગંધ બ્હેકી જો ત્યાં ,બ્હેકી રહેવાની.
મીઠા કુંજન થાય, કોયલ ઘટામાંહી,
ગુંજી કુહુ કુહુ એવું, ગ્હેકી રહેવાની.
ફોરી જોને મન મુકીને, બગીયન આ,
છોળો વાસંતી ત્યાં, મ્હેંકી રહેવાની.
સાંવરો ઘનઘોર , ઘેરો છે આકાશે,
મોરલા ની ગ્હેક , ગ્હેકી રહેવાની.
અદબ છે પેશગી જો,આનંદની ન્યારી,
સફર જીવન સાચી, ચ્હેતી રહેવાની.
-મોહનભાઈ આનંદ