હકીકી હુશ્નની હકીકત, સિવાય કશું નથી,
માટીમાં ભળી છે માટી , સિવાય કશું નથી.
પડછાયા પકડવાની, નિષ્ફળ અહીં કોશિશ,
સપના જેવા આ જીવન, સિવાય કશું નથી.
રૂખસત થાય છે મોકા , મળ્યા દુનિયા માંહી,
દિવાનગી બેહદ અહીં , એ સિવાય કશું નથી.
ઉમ્મીદ ઉપર ટકી રહી છે,લાલસા આ જીવની,
અધૂરપ અનુભવ્યા અહીં,એ સિવાય કશું નથી.
ગજબ હોય છે ઝલક,નૂરાની ચમકતી દમકતી,
આનંદ માણો અંતઃકરણે, એ સિવાય કશું નથી.
====={{❤️❤️}}===={{❤️❤️}}=====
-મોહનભાઈ આનંદ