માનવતા એક ઘરેણું છે માનવજીવનનું.
સરળતા એક ઘરેણું છે માનવજીવનનું.
કદમ સ્થિર રાખી ચાલે તે મંઝિલ પામે,
અચળતા એક ઘરેણું છે માનવજીવનનું.
ક્રોધરિપુ પુણ્યને બાળે તેવો શત્રુ સહુનો,
ૠજુતા એ એક ઘરેણું છે માનવજીવનનું.
સાથે મળીને કરીએ કામ સહકાર થકી,
એકતા એ એક ઘરેણું છે માનવજીવનનું.
ધીરજને હોશિયારી સફળતા આપનારી,
બુદ્ધિમત્તા એક ઘરેણું છે માનવજીવનનું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.