ઇચ્છાઓ ના પરપોટા ,મારું અસ્તિત્વ,
વેરવિખેર તૃષ્ણા માંહી,મારું અસ્તિત્વ,
એક મ્યાનમાં બે તલવાર, રાખવી કેમની ?
દ્વેતમાં સગુણ સાકાર ,મારું અસ્તિત્વ,
શબ્દ રસ રૂપ ગંધ સ્પર્શ ઈન્દ્રિયો માંહી,
મન બુધ્ધિ નટખટ ખેલ, મારું અસ્તિત્વ,
રાગ અનુરાગ વળી ,વિતરણ વૈરાગ્ય તણું,
આત્મા ભાવે ચૈતન્યમય ,મારું અસ્તિત્વ.
સુખદુઃખ મનમાં વ્યાપે, તર્ક ની તકરાર માં,
હું આનંદમય છું મનોલયે, મારું અસ્તિત્વ.
-મોહનભાઈ આનંદ