"દિકરીને શિખામણ"
દિકરી બની પપ્પા ની વિકસી તો જો,
ને સાસરિયા ની ડાળ પર ખીલી તો જો...
દિકરી નું જીવન પામનાર મારી લાડલી,
સાસરિયામાં લક્ષ્મી બની શ્વસી તો જો...
પાંખ થઇ પતિ ની પ્રસરી તો જો,
ને નારીની ગરીમા ને ઉજાળી તો જો...
નારીના અનેક રૂપ પામનાર મારી લાડલી,
તું નારી નું નારીત્વ બતાવી તો જો...
વહાલી થઈ હ્દય થી વરસી તો જો,
ને પતિના પ્રેમ માટે તલસી તો જો...
રોમ રોમ પ્રેમથી ભરેલી મારી લાડલી,
સાસરિયા ની સંવેદના સમજી તો જો...
મહેતા દિનેશ