મારા નાથના નેણાં
🍁🍁🍁🍁🍁🍁🍁
✍🏻 દાસી જીવણસાહેબ
મારા નાથના નેણાં ઉપર
હું તો વારી જાઉં રે
શીદ કરું હું એકાદશી
શીદ ત્રીજે ટંક ખાઉં રે (૨)
નાથજીના નેણાં નીરખી
ભાવતા ભોજન ખાઉં રે
મારા...
આંગણે ગંગા ગોમતી ને હું
શીદ રેવાજી જાઉં રે (૨)
અડસઠ તીરથ આંગણે ને હું
નિત ત્રિવેણી માં નાઉ રે
મારા....
શામળા કારણ સેજ બિછાવું
વ્રજ થકી બોલાવું રે (૨)
મેરમજી મારે મન્દિર પધારો
પ્રેમ થકી પધરાવું રે
મારા...
દાસી જીવણ ભીમના ચરણા
હેતે હરિગુણ ગાઉ રે (૨)
સદગુરુના ચરણે જાતા
પ્રેમે પાવન થાઉ રે
મારા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻