સતારશા બાપુની વાણી
🎸🎸🎸🎸🎸🎸
એવા રસીલા નૈન બીજે ઘવાય ક્યા એવો રુણી બની ને આપનો બીજ હવે જવાય ક્યા, ટેક
જો જો હમારી પ્રિતડી અંત સુધી નિભાવજો,
દ્ધાર તમારું છોડીને દીવાના દીલડા જાય ક્યાં, એવા રસીલા,
એવા અમે પ્યાસી તમારા પ્રેમનાં આવી ઊભા છીએ બારણે પ્રેમ બીના વીન હૈ સનમ એવા પ્યાસી હ્દય ઘવાય ક્યા, એવા રસીલા
મારા હ્રદયમાં વાસ છે એનો સર્વ સ્થળે પ્રકાશ છે ગેબી અવાજ થાય ત્યાં દ્ધાર દ્ધાર અથડાય ત્યાં, એવા રસીલા,
જોયું જગમાં ફરી ફરી પાસે મળ્યા છે શ્રીહરિ જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય ક્યાં, એવા રસીલા નૈન
🌷🌲🌷🌲🌷🌲
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏👣👣🙏🙏