Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભાંગી નાખ્યો ભરમ,*
🌺🌺🌺🌺🌺🌺🌺

ભાંગી નાખ્યો ભરમ,
હેજી મારો સમજાવીને મરમ,
ગુરુજીએ ભાંગી નાખ્યો - ટેક

દારૂ જુગાર ચોરી જારી હિંસા,
છોડાવ્યા કાળા કરમ,
માનવ સર્જિત મંદિર છુટયાં,
જાણવો મટ્યો બ્રહ્મ - ગુરુજીએ,

જાતિપણાનું એવું જોડ લઈને,
ફરતો થઈને ગરમ,
ગુણીયેલ ગુરુએ ગાળી દઈને,
પાડી દીધો નરમ - ગુરુજીએ

ઈંગલા પિંગલા શું કામ સાધુ,
મારે પદ જોઈતું નથી પરમ,
જાપ મારે જપવા મટયા,
જાણતા નિજ ધરમ - ગુરુજીએ

આત્મા પરમાત્મા લક્ષ સમાધિ,
છૂટી ગયા સરવે કરમ,
આશા રહી નહિ એકેય ઉરમાં,
મને મળતા મારો મરમ - ગુરુજીએ

ગુરુ પ્રકાશે ઓઢી ઓઢણીને,
નખશીખ પ્રગટયા નુરમ,
અવર તમે હવે આશા મુકો,
આતો જયદેવ કેરી છે હુરમ - ગુરુજીએ

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111628194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now