દાસ જેરામબાપુ નો છપ્પો
🖋️🖋️🖋️🖋️🖋️🖋️
વચન તણી જેને કીંમત જાણી,
શીર છાંટે રાખે પુરો પરમાણી,
પ્રથમ પ્રિત પ્રહલાદને બંધાણી,
નિભા માંહી જુગતી જણાણી,
મોત તણી વાતું આયરાણી,
સ્તંભમાં તેદી કીડીયુ દેખાણી,
રાજકુંવર ને તારાદે રાણી વચન કારણે બહુ હરખાણી,
હરિશ્ચંદ્રે લીધો ઉર આણી વચને ભર્યું નીચ ઘેર પાણી
વચન વિવેકી વાણીયો ને વાણીયાણી,
પુત્રની માટી તેદી હાથે રંધાણી,
નીર્દય થયા તેદી દ્વારકાનો દાણી,
તોય ચંગાવતી નોતી ગભરાણી,
ટેક રાખી જેને વચન પીછાણી,
અમર થયા ની મળે એંધાણી,
દાસ જેરામ કહે વર્તે જે વાણી,
સાચો સંત તે કહવે સેલાણી,
🙏🙏🙏🙏🙏🙏
સંત ચરણોમાં નમસ્કાર
👏👏👣👣👏👏