🚩 *જય અલખધણી*
*થાળ*
✍🏻 પલક
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
(કારમા બાઇની ખિચડી,ને વિદુરજીની ભાજી
એવા હેત લાવી જમો પ્રભુ,પલક થાય રાજી)
જમવા પધારો રામાપિર,પીર તમે મારી ઝુંપડીયે
મારી ઝુંપડીયે ને મારૅ આંગણીઍ
વ્હેલા પધારો રામાપીર,પીર તમે મારી ઝુંપડીયે ...
ભક્તો ના ભાવને પ્રેમે સ્વિકારજો,
ડાલી તે બાઇ ને સાથે તમે લાવજૌ
આંગણ કરો ને પાવન,પીર તમે મારી ઝુંપડીયે...
આશો પાલવના તોરણ બંધાવ્યા
કંકુ કેશર ના સાથિયા પુરાવ્યા
અવસર દિપાવો રામાપીર,પીર તમે મારી ઝુપંડીઍ...
સુદામાના તાન્દુલ ને વિદુરજી નિ ભાજી
એવા હેત લાવી પ્રભુ જમો થાવ રાજી,
કરમા બાઇની ભક્તિ નિ જેમ,પીર તમે વહેલા પધારજો...
બોડાણાની ટેક જોઈ ડાકોર પધાર્યા,
શબરી ના ઍન્ઠા બોર પ્રેમે સ્વિકાર્યા
પ્રેમના તાંતણે બંધાય,પીર તમે વહેલા પધારજૌ...
હૈયાના હેત થી થાળ ધરાવું
જ્ળ જ્મુનાની ઝારી ભરી લાવુ
આચમન કરો ને રામાપીર,પીર તમે વહેલા પધારજૌ...
બૅ કર જોડી પીરજી પલક વિનવે છે
પ્રેમભરી આશાએ રાહ જુવે છે
નિરાશ ન કરો ને રામાપીર,પીર તમે વહેલા પધારજૌ..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻