દાસી જીવણસાહેબ ની વાણી...૬
🌷🌷🌷🌷🌷🌷🌷
મારે પુરવની છે પ્રિત્યું રે
બળાપણ ની પ્રિત્યું રે
ઓધા ! મંદિર આવજો રે
દાસી માથે શુ છે દાવો
મારે મો'લ નાવે માવો
આવો શુ અભાવો રે
ઓધા...
આવો તો વાલા કરીએ વાતું
ભાંગે મારા દિલની ભ્રાત્યું
આવી છે એકાંત્યું રે
ઓધા...
જોઈ જોઈ ને વોરીએ જાત્યું
બીબા વિના પડે નહીં ભાત્યું
ભાર ઝીલે ભીત્યું રે
ઓધા...
દાસી જીવણ ભીમને ભાળી
વારણા લઉં વારી રે વારી
દાસી ને દિવાળી રે
ઓધા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻