દાસી જીવણસાહેબ ની વાણી...૭
🌺🌺🌺🌺🌺🌺🌺
વ્હેલેરા પધારજો હરિ સંતોની વારે
વારે ચડોને વિશ્વાધારી રે
વ્હેલેરા...
રાણી રૂપાદે જેદિ' પાટે પધાર્યા
જામૈયો રચ્યો'તો અંજારે
સોનાની થાળીમાં સતીએ ફૂલડાં રચાવ્યા
કરતો ગ્રહયો કિરતારે રે
વ્હેલેરા...
ગઢ તો જૂનો ને નાગર નરસી કે'વાણા
હૂંડી એ હરીએ સ્વીકારી રે
કુંવરબાઈના વાલેરે મામેરા પૂર્યા
વાલો તો બન્યા'તા વેપારી રે
વ્હેલેરા...
રોહિદાસની માથે જેદિ' બ્રાહ્મણ રુઠયા
ખરચી મંડાણી એના ખાતે
શાલિંગરામને તમે ચલાવ્યા
બોલ તો દીધા આવી બારે રે
વ્હેલેરા....
કોલવા ભગતની જેદિ' કરુણા કીધી
દેવળ ફેરવી દીધા દીદાર રે
દાસીરે જીવણ સંત ભીમ કેરા ચરણે
મંદિર મંદિર મુરારી રે
વ્હેલેરા....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻