મનોહર દાસ રચીત પદ....
..............................................
આ કાયા કેવી રચી કિરતારે.
આ રચના અજબ રચી.રચનારે.ટેક...
કાયા કુંભ ઘડો કાચો કરીયો.
કારીગર કિરતારે.
નિત નિત નવા રંગ ચડાવી.
ઘાટ ઘડીયો ઘડનારે.ટેક...
જતન કરશો તો જૉખો.
ટળશે ફડકે ફૂટી જાવે.
જ્ઞાન ગંગાના એમાં નીર ભરજો.
ઈ ખરે ટાણે કામ આવે.ટેક...
આપા બળથી અડગો રાખજો.
ટપકે તિરાડ થાવે.
ભરીયા નીર એમાં નહી રહે.
ઈતો ધીરે ધીરે ઢળી જાવે.ટેક...
કાયા કુંભ તમે કાચી જાણજો.
પાણી કેરો પર પોટો.
એકજ પલમાં અલ્પાય જાશે.
ભલે નાનો હોય કે મોટો.ટેક...
મૂળ વિનાનું એનું મંડાણ કરીયુ છે.
હાલે ચાલે દીયે ડોટો.
જાંખીને તમે જુવો જગતમાં.
જડે નહી બીજો જોટો.ટેક...
મનોહર આખા કામમાં આવશે.
ફુટીયા ઉકરડે તું જોતો.
ઠીક કરીને એનું થાપન કરશો.
તો પુજશે જગતના લોકો.ટેક...
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
સાહેબ બંદગી....