દાસીજીવણ સાહેબની વાણી...૮
🍂🍂🍂🍂🍂🍂🍂
દોરંગા ભેળા નવ બેસીએ
પત એમાં પોતાની જાય
દોરંગા...
ઘડીકમાં ચડે રંગ ઘડીકમાં ઉતરેજી
ઘડીકમાં વૈરાગી બની જાય
દોરંગા....
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકાજી
ઘડીકમાં પીર થઈ પૂંજાય
દોરંગા...
કામી કપટી ને લોભી લાલચુજી
એ તો પરના દુઃખે નવ પીડાય
દોરંગા...
ગુરુના પ્રતાપે જીવણ બોલિયાં
એ તો નિષચ્યે ચોરસીમાં જાય
દોરંગા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻