દાસીજીવણ સાહેબની વાણી...૯
🌳🌳🌳🌳🌳🌳🌳
અમારા રે અવગુણ રે ગુરુજીના ઘણા ગુણલા રેજી
ગુરુજી ! અમારા રે અવગુણ સામું મત જોવ રે
અમારા....
ગુરુજી મારા દીવો,ગુરુ મારા દેવતા રેજી
ગુરુજી મારા પારસમણિ ને રે તોલ
અમારા...
ગુરુજી મારા ગંગા રે ગુરુજી મારા ગોમતી રેજી
ગુરુજી અમારા કાશી અને છે કેદાર રે
અમારા...
ગુરુજી અમારા ત્રાપા રે ગુરુજી મારા તુંબડા રે જી
ઇ રે તુંબડીએ તરીને ઉતરીએ ભવપાર રે
અમારા...
જોલીડા મેલાવો રે ગુરુગમ જ્ઞાનના રેજી
ઇ જોલીડા જરણા માહેલો જાપ રે
અમારા...
ગુરુને પ્રતાપે રે દાસીજીવણ બોલિયાં રે જી
દેજો અમને સંત ચરણોમાં વાસ રે
અમારા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻