દાસી જીવણસાહેબની વાણી...૧૦
🌻🌻🌻🌻🌻🌻🌻
આ જીવ જાશે તે તો તમે નશાએ જાણજો
રૂદે રવિ ઉગે રે મેલી દ્યો તાણમતાણ
ભાણ ને તો ભલો ભેદ લાધ્યો આપે હતો લુવાંણો
જરા મરણનો જોખો મટિયો આપે સાહેબ કે'વાણો
ખીમસાહેબને ખરી ખબર છે આપે આપ ખોળાણો
ત્રિકમસાહેબે તાર આણ્યો ક્યાંય નથી રૂંધાણો
કુબુદ્ધિ સર્વે કાપી રે અક્ષર એક લખાણો
રવિસાહેબ તો રંગભર ખેલ્યા જેનો ઠીક નશા ઠેરાણો
ખરા સિપાઈ થઈને ખૂબ ખેલ્યા પટો અંમર લખાણો
જે કોઈ ભૂલ્યા રામને તેનો નથી થિર કે ઠેંકાણો
ભીમસાહેબ તો બ્રહ્મરસ ભોગી જેને દુજો નહિ દરસાણો
ત્રિકમસાહેબ તનમાં પ્રગટયા તેને અલખ એક ઓળખાણો
સર્વાન્તર સરખો રે રૈયતને રંક કે રાણો
પાપનો ઘડો ભરાણો તેને કરી દીધો કાણો
રાખણહારો રાખશે જેમ આંધણમાં ઓરાણો
દાસીજીવણ કહે છે રે ગુરુજી એમ ચરણે આણો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻